Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન

 

રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન

 

***

 

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ – 152 નગરપાલિકાઓને 858 કરોડની ફાળવણી

 

***

 

કરમસદ આણંદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૫૫ કરોડની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો

 

****

 

આણંદ, મંગળવાર:::: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ, સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરેન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કર્યું છે.

 

 

 

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સુદ્રઢ નાણાં વ્યવસ્થાપનને પરિણામે નગરો-મહાનગરોમાં જન સુખાકારીના કામો માટે હવે નાણાંની કોઈ તંગી નથી રહી.

 

 

 

એટલું જ નહિં, લોકહિતના જે કામો થાય છે તે લોકો જુએ છે અને ઈઝ ઓફ લિવિંગને પરિણામે વધુ નવા કામો માટેની લોકોની અપેક્ષાઓ જાગી છે.

 

 

 

મુખ્યમંત્રીશ્રી રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે કુલ 3850 કરોડની રકમના ચેક અર્પણ સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

 

 

 

તેમણે શહેરી વિકાસ અને નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં આ ચેક વિતરણ કર્યું હતું.

 

 

 

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે મહાનગરપાલિકા-નગરપાલિકાના પદાધિકારીઓ, કમિશનરો અને ચીફ ઓફિસરોને નગર સુખાકારીના વધુને વધુ ગુણવત્તાયુક્ત પ્રજાકીય કામોમાં નાણાનો સદુપયોગ થાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.

 

 

 

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડની રકમ વિકાસ કામો માટે તેમણે આપી હતી.

 

 

 

ચેક વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૮૭૦ કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ. ૭૭૦ કરોડ અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૨૮૫ કરોડ, રાજકોટને રૂ. ૨૩૨ કરોડ, ભાવનગરને રૂ. ૧૦૫ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૧૦૫ કરોડની ગ્રાન્ટની રકમ ફાળવાઈ છે. તે જ રીતે જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. ૬૫-૬૫ કરોડ પ્રાપ્ત થયા છે.

 

 

 

આ ઉપરાંત ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબી પ્રત્યેક શહેરને રૂ. ૫૫-૫૫ કરોડની રકમ અર્પણ કરવામાં આવી હતી.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!