Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

મૂક બધિર બાળકોની કલાત્મક પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ

 

મૂક બધિર બાળકોની કલાત્મક પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ

 

******************

 

કલેક્ટર કચેરી ખાતે મૂક બધિર બાળકો દ્વારા બનાવેલી રાખડીઓનો વિશેષ સ્ટોલ ઉભો કરાયો

 

(વડોદરા, તા.૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર) મૂક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત અને કારેલીબાગ સ્થિત શ્રીમતી કમળાબેન બધિર વિદ્યાલયના પ્રાથમિક વિભાગના વિશેષ વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત અત્યંત કલાત્મક અને આકર્ષક રાખડીઓનો એક ખાસ સ્ટોલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઊભો કરવામાં આવ્યો છે. મૂક બધિર બાળકો દ્વારા બનાવેલી રાખડીઓને જોઇને તેઓની કલાત્મક પ્રતિભાના દર્શન બખુબી થાય છે. નાગરિકો દ્વારા પણ આ રાખડીઓ ખરીદીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

 

આ વિદ્યાર્થીઓના સાથે મદદ માટે આવેલા શિક્ષિકા શ્રીમતી પાયલબેન ત્રિવેદીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મૂક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત કારેલીબાગ સ્થિત શ્રીમતી કમળાબેન બધિર વિદ્યાલયના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ વિદ્યાલયના બાળકો મુક બધિર હોવા છતા તેઓમા ખુબ જ સારી પ્રતિભા છે. શાળામાં રાખડી બનાવવા સિવાય ચિત્રકામ, ફોટોફ્રેમિંગ, રંગોળી અન્ય આર્ટ અને ક્રાફ્ટ દ્વારા બાળકોમા રહેલી કલાત્મક શક્તિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેના ફળરૂપે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્પેશિયલ રાખી સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. અને અહિં આવતા નાગરિકોનું પણ ખુબ જ સારો રીસ્પોન્સ રહ્યો છે. તેમણે જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કરતા જાહેર જનતાને આ બાળકો પાસેથી વધુમા વધુ રાખડીઓ ખરીદવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયાએ આજરોજ સ્ટોલની મુલાકાત લઇ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!