Uncategorized

નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત ‘મિશન સ્પંદન’ હેઠળ વ્યસનમુક્તિનો સંકલ્પ કાર્યક્રમ યોજાયો

 

‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત ‘મિશન સ્પંદન’ હેઠળ વ્યસનમુક્તિનો સંકલ્પ કાર્યક્રમ યોજાયો

 

**********************

 

યુવાનો દેશની શક્તિ છે. અને દેશને આગળ વધારવા માટે યુવાધનનું વ્યસનમુક્ત રહેવું અત્યંત જરૂરી છે.- રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડ

 

(વડોદરા, તા.૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર) ભારત સરકારના ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન અને ‘મિશન સ્પંદન’ અંતર્ગત ૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનના ભાગરૂપે એમ. એસ. યુનિવર્સિટી, બ્રહ્માકુમારીઝ અટલાદરા તથા નાર્કોટિક્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે સી. સી. મહેતા ઓડિટોરિયમ ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં એમ. એસ. યુનિવર્સિટીના આશરે ૯૦૦ વિદ્યાર્થીઓએ વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

 

રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, યુવાનો દેશની શક્તિ છે અને દેશને આગળ વધારવા માટે યુવાધનનું વ્યસનમુક્ત રહેવું અત્યંત જરૂરી છે. યુવાશક્તિ વ્યસનની ગુલામ બનશે તો દેશના વિકાસને પણ અસર થશે. યુવાનો વ્યસનથી દૂર રહેવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવાનો સંદેશ આપ્યો હતો.

 

મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે જણાવ્યું હતું કે, જીવનમાં સફળતા મેળવવા માટે વ્યસન નહીં પરંતુ સંકલ્પ, શિસ્ત અને સકારાત્મક વિચારધારા જરૂરી છે. વ્યસન વ્યક્તિની શક્તિ, સમય અને પ્રતિભાને નષ્ટ કરે છે, જ્યારે નશામુક્ત જીવન વ્યક્તિને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાની શક્તિ આપે છે.

 

વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભાંણગેએ જણાવ્યું હતું કે, વ્યસનમુક્તિનો સંદેશ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સુધી વ્યાપકપણે પહોંચાડવામાં આવશે. વિદ્યાર્થીઓ સમાજમાં ‘Say No to Drugs’નો સશક્ત સંદેશ પહોંચાડીને પરિવર્તનના પ્રેરક બની શકે છે.

 

બી.કે. ડૉ. અરુણા દીદીએ જણાવ્યું હતું કે, નશામુક્તિનું અભિયાન વ્યક્તિને આત્મઅનુશાસન તરફ દોરી જાય છે. નશામુક્ત રહેવાનો સંકલ્પ માત્ર વ્યક્તિ પૂરતો મર્યાદિત ન રહેતા સમાજમાં પણ સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. દીદીએ ઉપસ્થિત સૌને નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી. એમ. એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ નાટક રજૂ કરીને વ્યસનના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવતા તથા વ્યસનમુક્ત જીવન જીવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

 

કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રજ્ઞેશભાઈ શાહ, બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવાકેન્દ્રના બી.કે. ભાઇ બહેનો, ડી.વાય.એસ.પી. એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, વડોદરા ઝોનના ડી. ખાંભલા સહિતના મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ, અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!