Uncategorized

શહેરાનગરમાં તિરંગા યાત્રા શાતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ, મોટી સંખ્યામા નાગરિકો જોડાયા

 

શહેરાનગરમાં તિરંગા યાત્રા શાતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ, મોટી સંખ્યામા નાગરિકો જોડાયા

 

શહેરા,

 

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા મથક ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તેમજ શહેરા નગર માંથી મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીજનો,જોડાયા હતા. શહેરાનગરના વિવિધ વિસ્તારોમાં ફરેલી તિંરગાયાત્રા ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

 

 

 

પચમહાલ જીલ્લાના શહેરાનગર ખાતે તિંરગા યાત્રાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. તિંરગાયાત્રાનુ પ્રસ્થાન મહારાણા પ્રતાપની પ્રતિમા વાળા સર્કલ થી કરવામા આવ્યુ હતુ. જે પોલીસ સ્ટેશન, મુખ્ય બજાર,ઓપરેશન સિંદુર સર્કલ, મુખ્ય હાઈવે તેમજ અણિયાદ ચોકડી ખાતે સંપન્ન થઈ હતી. શહેરાનગરમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓના કર્મચારી, સામાજીક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓના વિદ્યાર્થીઓ,ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.હાથમા સૌ કોઈએ તિંરંગા લઈને હાજરી આપી હતી. તિરંગા યાત્રાને લઈને શહેરાનગરમા દેશપ્રેમનો માહોલ ઉભો થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!