Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

ઇખર સ્થિત હજરત સૈયદ ગેબન શહીદ સરકારના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ, મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા.

 

 

*ઇખર સ્થિત હજરત સૈયદ ગેબન શહીદ સરકારના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ, મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા…*

 

આમોદના ઇખર સ્થિત હજરત સૈયદ ગેબન શહીદ સરકારના આસ્તાના પર વર્ષોની પરંપરા મુજબ સંદલ શરીફની વિધિ અનુયાયીઓની હાજરીમાં સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલેજના ચિશ્તિયા નગર સ્થિત ડૉ. મતા ઉદ્દિન ચિશ્તી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંદલ શરીફનું ઝુલુસ ગામમાં આવેલા જાવિદ મેઘજીના નિવાસ સ્થાનેથી સલાતો સલામના પઠન સાથે

પ્રયાણ કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું.

 

ઝુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યા બાદ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સંદલ શરીફની વિધિ પાલેજ સ્થિત ડૉ. મતા ઉદ્દિન ચિશ્તી સાહેબ તેમજ અન્ય આલીમોની હાજરીમાં સંપન્ન કરવામાં આવી હતી. હજરત સૈયદ ગેબન શહીદ સરકારના રોઝા મુબારક પર ગિલાફ તેમજ ફુલ ચાદર અર્પણ કરવામાં આવ્યા હતા. અનુયાયીઓએ પણ રોઝા મુબારક પર ફુલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરગાહ કમિટીના સંચાલકો દીલાવર ભાઈ કાબા, જાવિદ મેઘજી, શબ્બીર ટીનવાલા, યુસુફભાઈ  તેમજ સમગ્ર કમિટીના સદસ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…

 

 

*:: ..ભરૂચ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!