Uncategorized

શહેરાના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

 

*શહેરાના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.*

 

સામાજિક વનીકરણ વિભાગે વિવિધ સ્થળોએ વૃક્ષો વાવ્યા

 

શહેરા, 5 જૂન: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ, ગોધરા વિસ્તાર રેન્જ શહેરા દ્વારા નગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરાના વિવિધ સ્થળોએ યોજાયો હતો. આ અંતર્ગત શહેરા તળાવની પાળ પર આવેલ બાગ , સલામપુરા વન ઉદ્યાન, મરડેશ્વર મહાદેવ મંદિર અને વાંટાવછોડા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો, સભ્યો, અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

વક્તાઓએ પર્યાવરણના જતન અને હરિયાળી વધારવા માટે વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. પાટવી ગુજરાતી ન્યુઝ બ્યુરો ચીફ જાવેદ બાપુ શહેરા

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!