આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર* નિર્દેશિત *શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ,આંકલાવ* દ્વારા *રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૬* ની ઉજવણી અંતર્ગત *”સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ”* થીમ હેઠળ મણીબા પાર્ક, મુ.અલારસા ખાતે સવારે ૯:૩૦ થી બપોરે ૩ કલાક દરમ્યાન આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

*આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર* નિર્દેશિત *શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ,આંકલાવ* દ્વારા *રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૬* ની ઉજવણી અંતર્ગત *”સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ”* થીમ હેઠળ મણીબા પાર્ક, મુ.અલારસા ખાતે સવારે ૯:૩૦ થી બપોરે ૩ કલાક દરમ્યાન આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં શ્રી નવીનભાઇ જાદવ, સરપંચશ્રી-અલારસા ગ્રામ પંચાયત, વેપારી મુરબ્બી શ્રી મયુરભાઇ સોની તથા વૈદ્ય પંચકર્મશ્રી, શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, આંકલાવ- વૈદ્યશ્રી દર્શનકુમાર કે. પરમારના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કેમ્પનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ.
આયુષ મેગા કેમ્પમાં દર્દીઓને આયુર્વેદ તથા હોમીયોપેથી ચિકિત્સા પધ્ધતિથી નિદાન કરી નિશુલ્ક સારવાર આપવામાં આવી તેમજ આ સાથે વિવિધ પ્રકારના પ્રદર્શનો ગોઠવવામાં આવેલ. જેમાં નીચેની વિગતે લાભાર્થીઓએ લાભ લીધો.
💊નિદાન સારવાર કેમ્પ – ૨૩૫ લાભાર્થીઓ,
🩺બ્લડ સુગર અને બીપી સ્ક્રીનીંગ – ૨૮૩ લાભાર્થીઓ
🌅દિન ચર્યા – ઋતુ ચર્યા- રસોડાના ઘર આંગણાની ઔષધ પ્રદર્શન – ૭૫૯ લાભાર્થીઓ
આમ, કુલ લાભાર્થીઓની સંખ્યા-૧૨૭૭ રહેલ. આ આયોજન વૈદ્ય દર્શનકુમાર કે. પરમાર, વૈદ્યપંચકર્મ/નાયબ અધિક્ષક શ્રી(વર્ગ-૧) ના માર્ગદર્શન હેઠળ આયુષ મેગા કેમ્પને સફળ બનાવવા હોસ્પિટલના અધિકારીઓ-કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
*વૈદ્ય પંચકર્મ (વર્ગ – ૧)*
શેઠ ફુલચંદ શીવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, આંકલાવ