Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

 

ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

 

***

 

વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અને કીટ વિતરણ દ્વારા દીકરીઓના જન્મોત્સવને વધાવાયો

 

***

 

આણંદ, મંગળવાર:::: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-આણંદ, આઈ.સી.ડી.એસ. શાખા અને જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉંદેલ હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે કિશોરીઓને સમાન હક, સમાન તક અને જવાબદારીઓના વહન અંગે પ્રેરિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ જીવનશૈલી અપનાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

 

જિલ્લા મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં કિશોરીઓને તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક અને માનસિક ફેરફારો તેમજ તે સમયે અનુભવાતી લાગણીઓને હકારાત્મક રીતે સંભાળવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જેન્ડર સ્પેશિયાલિસ્ટ હરેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.આરોગ્ય અને પોષણના મહત્વને સમજાવતા આઈ.સી.ડી.એસ.ના પૂર્ણા કન્સલ્ટન્ટ દિશાબેન ઠક્કરે પૂર્ણા શક્તિ પેકેટમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી તેનો દૈનિક આહારમાં ઉપયોગ કરવા અંગે કિશોરીઓને અનુરોધ કર્યો હતો. તબીબી ક્ષેત્રના નિષ્ણાત ડો. તંજમબેન મન્સૂરીએ કિશોરીઓને માસિક સ્ત્રાવ દરમિયાન રાખવી પડતી સ્વચ્છતા, હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવાના ઉપાયો અને પ્રાથમિક તપાસની અનિવાર્યતા વિશે સમજ આપી હતી. મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા પી.બી.એસ.સી. કાઉન્સેલર શબનમબેન ખલીફાએ પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર અને ૧૮૧ અભયમ હેલ્પલાઇનની કામગીરીથી સૌને વાકેફ કર્યા હતા.

 

આ સમયે મહાનુભાવોના હસ્તે દીકરી વધામણા કીટ, એજ્યુકેશન કીટ અને વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવો એ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન નિહાળ્યું હતું જેમાં સ્થાનિક મહિલાઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

કાર્યક્રમની શરૂઆતમાં ઉંદેલ હાઈસ્કૂલના આચાર્ય કૌશિકભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી તમામ મહેમાનોને આવકાર્યા હતા.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!