ગણેશ વિસર્જનને લઈને શહેરામાં પંચમહાલ પોલીસની ફ્લેગ માર્ચ
ગણેશ વિસર્જનને લઈને શહેરામાં પંચમહાલ પોલીસની ફ્લેગ માર્ચ
ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને પંચમહાલ પોલીસ દ્વારા એસ.પી. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં શહેરા ખાતે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી બ્રિન્દા જાડેજા, શહેરા પીઆઈ એચ.વી. સીસરા, પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા.
શહેરાના હુસેની ચોક, હોળી ચલા, પરવાડી, સિંધી ચોકડી, બસ સ્ટેશન બજાર અને નાડા રોડ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ ગણેશ વિસર્જન તળાવ સ્થળની પણ મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
ગણેશ વિસર્જન દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા ગણેશ મંડળોના આયોજકો અને નાગરિકોને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કાર્યક્રમ ઉજવવા અપીલ કરવામાં આવી છે.