Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

વરેડીયા ગામમાં પાલેજ પોલીસની ફુટ માર્ચ યોજાઇ, પોલીસ ઇન્સ્પેકટરની આગેવાનીમાં ફૂટ માર્ચ યોજાઇ…

 

વરેડીયા ગામમાં પાલેજ પોલીસની ફુટ માર્ચ યોજાઇ, પોલીસ ઇન્સ્પેકટરની આગેવાનીમાં ફૂટ માર્ચ યોજાઇ…

 

 

ભરૂચના વરેડીયા ગામમાં પાલેજ પોલીસ દ્વારા ફુટ માર્ચ યોજાઇ હતી. આગામી ૨૬ એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી પોલીસની ફુટ માર્ચ યોજાઇ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સાંગોપાંગ પાર ઉતરે તેમજ મતદારો નિર્ભય બની મતદાન કરી શકે એ હેતુસર ફુટ માર્ચ યોજાઇ હતી. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એન. કે. ડાભીની આગેવાનીમાં પોલીસની ફુટ માર્ચ યોજાઇ હતી. ગામના પ્રવેશદ્વાર પાસેથી પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એન કે ડાભીના નેતૃત્વમાં આયોજિત ફુટ માર્ચમાં પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા. પોલીસ ફુટ માર્ચ ગામના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી  પરત ફરી હતી. પોલીસની ફુટ માર્ચના પગલે ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું હતું…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!