Uncategorized

તારાપુર APMC ખાતે બાગાયત ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

 

તારાપુર APMC ખાતે બાગાયત ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

 

*************

 

આણંદ, મંગળવાર :: આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા તારાપુર તાલુકાના APMC ખાતે બાગાયત ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે ખેડૂત તાલીમ શિબિર યોજવામાં આવી હતી.

 

 

 

આ શિબિરમાં ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સરકારી યોજનાઓ અને તેના લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની પદ્ધતિઓ અંગે તાલીમ આપી તેનાથી થતા આર્થિક અને પર્યાવરણીય ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ ફુડ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપતી PMFME યોજના અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

 

 

આ શિબિરમાં તારાપુર APMCના સેક્રેટરીશ્રી નરેન્દ્રસિંહ ગોહીલ, બાગાયત અધિકારીશ્રી જય ચાવડા, આત્મા પ્રોજેક્ટના BTM શ્રી પીન્કેસભાઈ પટેલ તેમજ PMFME પ્રોજેક્ટ મેનેજરશ્રી જીગરભાઈ આલ અને બાગાયત મદદનીશશ્રી ઓમભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમજ તારાપુર તાલુકાના અંદાજિત ૧૬૦થી વધુ ખેડૂતોએ આ તાલીમ શિબિરમાં જોડાઈને માર્ગદર્શન મેળવ્યું હતું.

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!