Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

વડુ ગામમાં હાઈટેન્શન લાઈનનો કરંટ અયાઝ સિંધા ને લાગતા યુવકનું કરુણ મોત

 

વડુ ગામમાં હાઈટેન્શન લાઈનનો કરંટ અયાઝ સિંધા ને લાગતા યુવકનું કરુણ મોત

 

પાદરા તાલુકાના વડુ ગામના સીમ વિસ્તારમાં આવેલા સુકા આંબા પાસે મસ્જિદે ફેજે રસૂલના ડેકોરેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મસ્જિદના ધાબા પર ડેકોરેશન માટે ચડેલા એક યુવકને નજીકમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈનના વાયરનો કરંટ લાગ્યો હતો.

 

કરંટ લાગતાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે વડુ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

 

યુવકના કરુણ મોતના સમાચાર મળતાં જ વડુ ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘટનાને પગલે પરિવારજનો સહિત ગ્રામજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!