Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

બાકરોલમાં મલેરિયા અને ડેન્ગ્યુના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં; ડી.એમ.ઓ. દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સીધી મુલાકાત

 

બાકરોલમાં મલેરિયા અને ડેન્ગ્યુના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં; ડી.એમ.ઓ. દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સીધી મુલાકાત

 

***

 

અમદાવાદ અને સુરતથી આવેલા નાગરિકોમાં મલેરિયા-ડેન્ગ્યુના લક્ષણો જણાતા બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

 

***

 

મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે બાકરોલમાં ફોગિંગ, પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણની કામગીરી સઘન બનાવાઈ

 

***

 

આરોગ્ય અધિકારીએ પોઝિટિવ દર્દીઓના ઘરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

 

***

 

બાકરોલની દિવ્ય કમલ સોસાયટી સહિતના વિસ્તારોમાં રોગચાળા અટકાયતી સર્વેક્ષણ હાથ ધરાયું

 

***

 

 

 

આણંદ, મંગળવાર:::: આજરોજ બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં મલેરિયા અને ડેન્ગ્યુના પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા સઘન અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલ દ્વારા વ્યક્તિગત રીતે મલેરિયા પોઝિટિવ દર્દીના ઘરે જઈ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દર્દી તેમજ તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ સાધીને સારવાર અંગે પૂછપરછ કરી હતી અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

 

 

ઉલ્લેખનીય છે કે, મલેરિયા પોઝિટિવ જણાતા આ દર્દી અમદાવાદથી પોતાના પિયરમાં સારવાર અર્થે આવ્યા હતા, જેની ગંભીરતાને ધ્યાને રાખી બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર અને દેખરેખની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

 

 

 

ડૉ. રાજેશ પટેલે આસપાસના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળ મુલાકાત લઈ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને નિવારણ માટે ચાલી રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની પ્રક્રિયા, પોરાનાશક, ફોગિંગ તેમજ અન્ય વેક્ટર નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!