Uncategorized

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ નિમિત્તે બોરસદમાં ‘પ્રકૃતિ એક વરદાન’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ

 

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ નિમિત્તે બોરસદમાં ‘પ્રકૃતિ એક વરદાન’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ

 

***

 

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ કસુંબાડ સહિત વિવિધ શાળાઓમાં ૧૭૫ થી વધુ રોપાઓનું વાવેતર

 

***

 

વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા શિક્ષણ વિભાગ દ્વારા નવતર અભિગમ

 

***

 

મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રણેય શાળાઓ અને આરોગ્ય કેન્દ્ર ખાતે હરિયાળી ક્રાંતિનો પ્રારંભ

 

***

 

આણંદ, મંગળવાર:::: ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ ના પવિત્ર અવસરે બોરસદ તાલુકાની કસુંબાડ પ્રાથમિક શાળા ખાતેથી ‘પ્રકૃતિ એક વરદાન’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્ચનાબેન પ્રજાપતિ દ્વારા શરૂ કરવામાં આવેલા આ નવતર અભિગમનો મુખ્ય હેતુ નવી પેઢીના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણની ભાવના જાગૃત કરવાનો અને ધરતીને હરિયાળી બનાવી પ્રકૃતિનું જતન કરવાનો છે. આ અભિયાન દ્વારા પર્યાવરણના સંતુલનને જાળવી રાખવા માટે પાયાના સ્તરેથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

 

 

 

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્ચનાબેન પ્રજાપતિની સાથે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી, બોરસદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આર. આર. સોલંકી, બીટ નિરીક્ષક શ્રી દિનેશભાઈ ગોહેલ, બી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી નિકુંજભાઈ સોલંકી અને સી.આર.સી. બોદાલ કો-ઓર્ડીનેટર શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવોએ વિશેષ હાજરી આપી હતી. ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે વિવિધ છોડનું રોપણ કરીને આ પર્યાવરણીય મહાભિયાનનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો.

 

 

 

‘પ્રકૃતિ એક વરદાન’ અભિયાન અંતર્ગત પ્રથમ તબક્કે કસુંબાડ પ્રાથમિક શાળા, બોદાલ પ્રાથમિક શાળા અને બોરસદની મુખ્ય કન્યા શાળા એમ કુલ ત્રણ શાળાઓની પસંદગી કરવામાં આવી હતી, જ્યાં સામૂહિક રીતે ૧૭૫ જેટલા છોડ રોપવામાં આવ્યા હતા. શિક્ષણ સંસ્થાઓ ઉપરાંત કસુંબાડ ગામના સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ આ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી સામાજિક જવાબદારીના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ આયોજન દ્વારા ગ્રામીણ અને શૈક્ષણિક સ્તરે પ્રકૃતિ પ્રત્યેની રુચિ વધારવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!