Uncategorized

આત્મનિર્ભર ભારતની દિશામાં વડોદરાનું યોગદાન: સ્વાયત્ત સિસ્ટમ વિકસાવી રહી છે સ્વદેશી ઓટોનોમસ ટેક્નોલોજી

 

આત્મનિર્ભર ભારતની દિશામાં વડોદરાનું યોગદાન: સ્વાયત્ત સિસ્ટમ વિકસાવી રહી છે સ્વદેશી ઓટોનોમસ ટેક્નોલોજી

 

****************************

 

વડોદરામાં ઘડાઈ રહ્યું છે સંરક્ષણનું ભવિષ્ય: યુવા એન્જિનિયરની સ્વદેશી ઓટોનોમસ ટેક્નોલોજીની પહેલ

 

*******************************

 

એરોનોટિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે નવીન પ્રકારના વિમાનોથી પ્રેરિત થયેલી સફરથી લઈને સ્વાયત્ત સિસ્ટમના સ્થાપક બનવા સુધી, શ્રેય મેહતા ગુજરાતમાં સંરક્ષણ, આપત્તિ પ્રતિસાદ અને અન્ય જોખમી પરિસ્થિતિઓ માટે સ્વદેશી સ્વાયત્ત ટેક્નોલોજી વિકસાવી રહ્યા છે.

 

આલેખન – રવિના બોરાધરા

 

(વડોદરા, તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર) ટેક્નોલોજી નવી ઊંચાઈઓ સર કરી રહી છે તેમ યુદ્ધભૂમિનું સ્વરૂપ પણ ઝડપથી બદલાઈ રહ્ય છે.આવતીકાલના યુદ્ધો માત્ર મોરચા પર તૈનાત સૈનિકો દ્વારા જ નહીં, પરંતુ સ્વાયત્ત મશીનો, બુદ્ધિશાળી સિસ્ટમો અને અત્યંત જોખમી પરિસ્થિતિઓમાં કાર્ય કરી શકે તેવી ટેક્નોલોજી દ્વારા પણ લડવામાં આવશે. સંરક્ષણ ક્ષેત્રના આ બદલાતા પરિદ્રશ્યમાં ગુજરાત પણ એવા યુવા સંશોધકો અને નવતર વિચારકોનું કેન્દ્ર બની રહ્યું છે, જેઓ ભવિષ્યમાં સૈનિકોને મદદરૂપ થઈ શકે તેવી ટેક્નોલોજી વિકસાવી રહ્યા છે.

 

વડોદરામાં આવો જ એક પ્રયાસ એરોનોટિકલ એન્જિનિયર શ્રેય મેહતાના નેતૃત્વ હેઠળ આગળ વધી રહ્યો છે. તેમણે પોતાની કારકિર્દીને પરંપરાગત એરોસ્પેસ એન્જિનિયરિંગથી આગળ લઈ જઈને એક મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે જોડ્યો છે કે, શું ભારત અન્ય દેશોમાં વિકસિત ટેક્નોલોજી પર વધુ પડતી નિર્ભરતા રાખ્યા વિના પોતાની સ્વાયત્ત સંરક્ષણ ટેક્નોલોજી વિકસાવી શકે? શ્રેય મેહતાની આ દિશામાં સફરની શરૂઆત ગુજરાતથી થઈ,તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી. એરોસ્પેસ અને પરંપરાગત વિમાનોથી અલગ પ્રકારની એરક્રાફ્ટ સિસ્ટમ્સ પ્રત્યેના રસને કારણે તેમણે શૈક્ષણિક સંશોધન પણ કર્યું, જેમાં મલ્ટીપર્પઝ ઓર્નિથોપ્ટરની ડિઝાઇન પરનું કાર્ય સામેલ હતું. ત્યારબાદ તેમણે રશિયામાં વધુ અભ્યાસ કર્યો, જ્યાં તેમને એરોસ્પેસ અને ટેક્નિકલ સિસ્ટમ્સ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય અનુભવ મળ્યો. ભારત અને વિદેશમાં મળેલા અનુભવે તેમને અદ્યતન ટેક્નોલોજીના વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રમાં રહેલી કેટલીક ખામીઓનો અનુભવ કરાવ્યો. હાલની વ્યવસ્થાનો માત્ર એક ભાગ બનવાને બદલે મેહતાએ પોતાનું ટેક્નોલોજી ઇકોસિસ્ટમ ઊભું કરવાનો નિર્ણય લીધો.

 

આ વિચારમાંથી જ સ્વાયત સિસ્ટમની સ્થાપના થઈ. વડોદરા સ્થિતઆ R&D કેન્દ્રિત કંપની સંરક્ષણ અને નાગરિક ક્ષેત્રો માટે સ્વાયત્ત સિસ્ટમ્સ વિકસાવવા પર કામ કરી રહી છે સંસ્કૃત શબ્દમાં ‘સ્વાયત્ત’ નો અર્થ સ્વતંત્ર રીતે કાર્ય કરવાની ક્ષમતા અને સ્વતંત્રતાના વિચારથી પ્રેરિત છે અને કંપનીના વિશાળ ઉદ્દેશને પ્રતિબિંબિત કરે છે, એટલે કે ભારતને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ આત્મનિર્ભર બનાવવું.

 

કંપની વિવિધ પ્રકારના સ્વાયત્ત પ્લેટફોર્મ વિકસાવી રહી છે, જેમાં સર્વેલન્સ સિસ્ટમ્સ, સંરક્ષણ ડ્રોન, માનવરહિત ગ્રાઉન્ડ વ્હીકલ્સ અને સ્વાયત્ત ગ્રાઉન્ડ-કંટ્રોલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. જોકે, કંપનીનું કાર્ય માત્ર અલગ-અલગ મશીનો બનાવવાથી મર્યાદિત નથી. સ્વાયત્ત પ્લેટફોર્મને પડકારજનક પરિસ્થિતિઓમાં કાર્યરત બનાવવા માટે જરૂરી હાર્ડવેર, સોફ્ટવેર, કંટ્રોલ સિસ્ટમ્સ અને બૌદ્ધિક સંપદા (Intellectual Property)ના સંયુક્ત વિકાસ પર પણ કંપની ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

 

કંપનીના મહત્વપૂર્ણ વિકાસમાંનું એક SGV-500 Scorpion માનવરહિત ગ્રાઉન્ડ વ્હીકલ છે, જે લશ્કરી કામગીરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહ્યું છે. આશરે ૫૦૦કિલોગ્રામની ક્ષમતા ધરાવતું આ પ્લેટફોર્મ મોડ્યુલર સિસ્ટમ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેને વિવિધ પ્રકારના મિશન અનુસાર અનુકૂળ બનાવી શકાય છે.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!