Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

શહેરા તાલુકાના નાદરવા ગામે વીજળી પડતાં મહિલાનું કરુણ મોત, અન્ય મહિલા સારવાર હેઠળ બામણીયા ફળિયામાં ખેતરમાં ડાંગરની રોપણી દરમિયાન દુર્ઘટના

 

શહેરા તાલુકાના નાદરવા ગામે વીજળી પડતાં મહિલાનું કરુણ મોત, અન્ય મહિલા સારવાર હેઠળ
બામણીયા ફળિયામાં ખેતરમાં ડાંગરની રોપણી દરમિયાન દુર્ઘટના 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામના બામણીયા ફળિયામાં ચોમાસાની સિઝન દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. સતત વરસાદ અને કડાકા-ભડાકા વચ્ચે ખેતરમાં ડાંગરની રોપણીનું કામ કરી રહેલી બે મહિલાઓ પર અચાનક વીજળી પડતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ગામલોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા. અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર નાદરવા ગામ સહિત બામણીયા ફળિયામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મહિલાના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
ચોમાસાની ઋતુમાં વરસાદી વાતાવરણ દરમિયાન ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાનો ભય રહેતો હોવાથી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી ચેતવણીઓનું પાલન કરવા અને ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરોમાં કામ કરવાનું ટાળવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવે છે.
બ્યુરોચીફ : જાવેદ બાપુ પંચમહાલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!