Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આણંદ જિલ્લામાં માર્ગોની યુદ્ધના ધોરણે મરામત: 08 વિશેષ ટીમો દ્વારા તમામ તાલુકાઓમાં કામગીરી પૂરજોશમાં

 

 

આણંદ જિલ્લામાં માર્ગોની યુદ્ધના ધોરણે મરામત: 08 વિશેષ ટીમો દ્વારા તમામ તાલુકાઓમાં કામગીરી પૂરજોશમાં

 

***

 

રેઇન કટ,પેચવર્ક, ડ્રેનેજ ક્રોસ રિપેરિંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ

 

***

 

આણંદ, રવિવાર:::: આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિને પગલે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લામાં થયેલ ભારે વરસાદ બાદ કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા કરી હતી. મંત્રી શ્રી એ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું રીપેરીંગ કરી વાહન વ્યવહાર પુનઃ ઝડપથી પૂર્વવત કરવા તેમજ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માર્ગ અને મકાન (સ્ટેટ) તથા પંચાયત વિભાગ દ્વારા વ્યાપક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

 

 

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લાના સાંસદ શ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા પણ જિલ્લાના સ્ટેટના અને ગ્રામ્ય વિસ્તારના ખરાબ થયેલા રસ્તાઓ પુનઃ કાર્યરત થાય તે માટે ઝડપથી કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.

 

 

 

આણંદ જિલ્લાના સ્ટેટ અને પંચાયત હસ્તકના વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના દુરસ્તી કરણ માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ સ્ટેટ અને પંચાયત વિભાગની સંયુક્ત રીતે કુલ 08 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરાવા, ધોવાણ સરખું કરવું અને રસ્તાઓ સલામત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

 

હાલ આ કામગીરી તારાપુર, ખંભાત, બોરસદ, પેટલાદ, સોજિત્રા, આંકલાવ, આણંદ અને ઉમરેઠ તાલુકાના ગામો ખાતે ઝડપથી ચાલી રહી છે. ભારે વરસાદના કારણે માર્ગોની સાઇડમાં પડેલા રેઇન કટ નું પુરાણ, રસ્તા પર પડેલા ખાડાઓનું પેચવર્ક, ડ્રેનેજ ક્રોસિંગ રિપેરિંગ તેમજ વરસાદના કારણે રસ્તાઓ પર નમી પડેલા વૃક્ષો કે ડાળીઓ હટાવવાની કામગીરી પૂર્ણ ઝડપથી પ્રગતિ હેઠળ છે. તંત્ર દ્વારા અત્યાધુનિક મશીનરી અને પૂરતા માનવબળનો ઉપયોગ કરીને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રસ્તાઓ તાત્કાલિક સાફ અને સુગમ બનાવવામાં આવી રહ્યા છે.

 

 

માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની ગુણવત્તા અને ઝડપ પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. બંધ કે અસરગ્રસ્ત રસ્તાઓને શક્ય તેટલા ટૂંક સમયમાં સલામત રીતે ખુલ્લા મૂકવા માટે માર્ગ અને મકાન વિભાગની ટીમ રાત-દિવસ કાર્યરત છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!