વડોદરામાં ૧૪૫-માંજલપુર પેટા ચૂંટણીના ઓબ્ઝર્વર શ્રી મોહિત બુંદાસ(IAS)એ નોડલ ઓફિસર સાથે સમીક્ષા બેઠક યોજી

વડોદરામાં ૧૪૫-માંજલપુર પેટા ચૂંટણીના ઓબ્ઝર્વર શ્રી મોહિત બુંદાસ(IAS)એ નોડલ ઓફિસર સાથે સમીક્ષા બેઠક યોજી
********************************
નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અંગેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું
(વડોદરા, તા.૨૭ જુલાઈ ૨૦૨૬, સોમવાર) જોઈન્ટ ચૂંટણી આયોગ દ્વારા આયોજિત ૧૪૫-માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા સુચારૂ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી ઓબ્ઝર્વર (ચૂંટણી નિરીક્ષક) શ્રી મોહિત બુંદાસ (IAS)એ ચૂંટણીના નોડલ ઓફિસર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં ઓબ્ઝર્વરશ્રીએ વડોદરા શહેરના ૧૪૫-માંજલપુર વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અંગેની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ચૂંટણી નિરીક્ષક શ્રીએ લોકશાહીના આ પર્વમાં કોઈપણ અવરોધ વિના મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. ઓબ્ઝર્વરશ્રી એ સંવેદનશીલ મતદાન મથકો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ જાણકારી મેળવી જરૂરી સુચનો કર્યા હતા.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલ ધામેલિયાએ ઓબ્ઝર્વરશ્રીનું શાબ્દિક સ્વાગત કરી અત્યાર સુધીમાં ચૂંટણી સંદર્ભે થયેલી કામગીરીની છણાવટ કરી હતી. તેમજ આગામી આયોજનની રૂપરેખા રજૂ કરી હતી.
બેઠકમાં મતદાન કેન્દ્રો, ઇવીએમની ફાળવણી, સ્ટ્રોંગ રૂમ, તાલીમ વગેરે અંગેની માહિતી રિટર્નિંગ ઓફિસર શ્રી એ આપી હતી.
આ બેઠકમાં પોલીસ નિરિક્ષક શ્રી સુનિલકુમાર ચૌધરી, ખર્ચ નિરીક્ષક શ્રી આદિત્ય શુક્લા, નાયબ પોલીસ કમિશ્નર શ્રી અભિષેક ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદ પાટીલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ,નિવાસી અધિક કલેકટર શ્રી બી એસ પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુહાની કેલૈયા, નોડલ ઓફિસર સહિતનો ચૂંટણી સંબંધીત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ