Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર

 

 

વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર

 

********************

 

૯ નગરપાલિકાઓમાં ૧૦૦ મી.મી.થી વધુ વરસાદ નોંધાયો ; સોજીત્રામાં સૌથી વધુ ૨૮૬ મી.મી વરસાદ

 

(વડોદરા, તા.૨૪ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર) વડોદરા ઝોન હેઠળના ૬ જિલ્લાઓની ૨૬ નગરપાલિકાઓમાં શુક્રવાર સવાર પહેલાના છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ૯ નગરપાલિકાઓમાં ૧૦૦ મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સોજીત્રા (૨૮૬ મી.મી.), બોરિયાવી (૧૭૫ મી.મી.), પાદરા (૧૬૧ મી.મી.), ઉમરેઠ (૧૩૦ મી.મી.), બોરસદ (૧૨૪ મી.મી.) અને પેટલાદ (૧૨૧ મી.મી.) ખાતે નોંધાયો છે.

 

વરસાદને કારણે પેટલાદમાં ૪, બોરસદમાં ૨ તથા શહેરામાં ૧ સ્થળે પાણી ભરાવાની ઘટના નોંધાઈ હતી, જ્યાં નગરપાલિકાઓ દ્વારા તાત્કાલિક ડી-વોટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી. જાનહાનિ, સ્થળાંતર, મકાન/દીવાલ ધરાશાયી, પુલ-માર્ગને નુકસાન, નદીમાં પૂર અથવા ડેમમાંથી પાણી છોડવાના કારણે કોઈ અસર નોંધાઈ નથી. તમામ નગરપાલિકાઓમાં કંટ્રોલ રૂમ તથા QRT ટીમો કાર્યરત છે.

 

ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રાદેશિક કમિશ્નરશ્રી દ્વારા ઝોનની તમામ સંવેદનશીલ તથા ભારે વરસાદગ્રસ્ત નગરપાલિકાઓને સતત મોનીટરીંગ રાખવા, જરૂરી તકેદારીના પગલાં લેવા તથા રાહત કામગીરી સઘન બનાવવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને અધિક કલેક્ટરશ્રીએ કરજણ અને ડભોઈ, નાયબ કલેક્ટરશ્રીએ સોજીત્રા તથા પેટલાદ, ચીફ ઓફિસરએ બોડેલી તથા ટાઉન પ્લાનરશ્રીએ બોરિયાવી અને તારાપુર નગરપાલિકાની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 

પ્રાદેશિક કમિશ્નરશ્રી દ્વારા તમામ નગરપાલિકાઓને નીચાણવાળા વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા, વરસાદી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા, કંટ્રોલ રૂમ તથા QRT ટીમોને ૨૪*૭ કાર્યરત રાખવા અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપવામાં આવી છે. હાલ સમગ્ર વડોદરા ઝોનની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

 

મુલાકાત દરમિયાન નગરપાલિકાના અધિકારીઓને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા, વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, પમ્પિંગ મશીનરી અને કંટ્રોલ રૂમને સતત કાર્યરત રાખવા, નાગરિકોની સુરક્ષા, આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે તેમજ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો તાત્કાલિક પ્રતિસાદ આપવા સતત સતર્ક રહેવા તથા રાજ્ય સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ તકેદારીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી.

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!