Uncategorized

આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા વહીવટી તંત્ર સજ્જ: ગામેગામ આરોગ્ય લક્ષી સઘન કામગીરી શરૂ

 

આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા વહીવટી તંત્ર સજ્જ: ગામેગામ આરોગ્ય લક્ષી સઘન કામગીરી શરૂ

 

***

 

મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા ખંભાત તાલુકાના ગામોમાં ફોગિંગ અને સર્વેલન્સ હાથ ધરાયું

 

***

 

જિલ્લામાં વાહક ધન્ય અને પાણીજન્ય રોગો અટકાવવા આરોગ્ય વિભાગની ૭૦૦ જેટલી ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી

 

***

 

આણંદ, બુધવાર:::: આણંદ જિલ્લામાં ગત દિવસોમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણીના ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. હવે જ્યારે પૂરના પાણી ઓસરી ગયા છે, ત્યારે સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યંત સક્રિય અને આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

 

 

આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા સમગ્ર જિલ્લાના ગામોમાં જન-જાગૃતિ, સફાઈ અને આરોગ્ય તપાસના કાર્યક્રમો તેજ બનાવવામાં આવ્યા છે.

 

 

 

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ના જણાવ્યા મુજબ જિલ્લામાં ૭૦૦ જેટલી ટીમ દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાં હાથ ધરાયેલી આ કામગીરી અંતર્ગત ખંભાત તાલુકાના વડગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગુંડેલ સબ સેન્ટર હેઠળ આવતા વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને નવી આખોલ ગામના અનેક વિસ્તારોમાં આરોગ્ય ટીમો દ્વારા સઘન તપાસ, સર્વેલન્સ અને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ બાદ મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે ગામના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ કરવાની સાથે લોકોના સ્વાસ્થ્યનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે જેથી રોગચાળાની કોઈ પણ શક્યતાને પ્રાથમિક તબક્કે જ ડામી શકાય.

 

રોજના એક લાખ કરતા વધારે લોકોનું સર્વેલેન્સ કરવામાં આવી રહ્યું છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!