Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

વડોદરા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

 

વડોદરા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને

 

પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

 

******************************

 

સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરતા

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઇ.ઓ.શ્રી અમિત અરોરા

 

*******************

 

જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાની નાગરિકોને સાવચેત રહેવા અપીલ

 

***********************

 

શનિવાર અને રવિવારની રજાઓમાં પણ

 

તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા સૂચના

 

(વડોદરા, તા.૨૪ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર) વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીની સ્થિતિની ધ્યાને લેતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઇ.ઓ.શ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદની આગાહીની પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઇ.ઓ.શ્રી અમિત અરોરાએ આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકવા માર્ગદર્શન આપ્યું હતું.

 

તેમણે સરકારશ્રીના “ઝીરો કેઝ્યુલિટી” અભિગમને સાકાર કરવા તાલુકા તથા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ સતત કાર્યરત રાખવા, ડિઝાસ્ટર ચેકલિસ્ટ મુજબ જરૂરી સાધન-સામગ્રીની ચકાસણી કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ તરવૈયાઓ, આપદા મિત્રો અને સરપંચશ્રીઓના સંપર્ક નંબરોની યાદી અદ્યતન રાખવા સૂચના આપી હતી.

 

વધુમાં તેમણે કહ્યું હતું કે, શાળાઓ તથા સરકારી ઇમારતોમાં પાણી, વિજળી અને ભોજન સહિતની સુવિધાઓ સાથે શેલ્ટર હોમ તૈયાર રાખવા, ગત વર્ષના વરસાદના આંકડા તથા ઉપલબ્ધ સંસાધનોના આધારે આગોતરી આયોજન કરવા તેમજ દરેક તાલુકામાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણ સજ્જ રહે તે માટે રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.

 

કલેકટરશ્રી અનિલ ધામેલીયાએ તમામ અધિકારીઓ-કર્મચારીઓ અને તલાટીઓને ફરજિયાત પણે હેડકવાર્ટર પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા જણાવ્યું છે.

 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ માનવ જાનહાનિ, પશુ જાનહાનિ અથવા મકાન નુકસાન અંગે કંટ્રોલરૂમને તાત્કાલિક પ્રાથમિક જાણ કરવા તાકીદ કરી હતી, જેથી રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી શકાય.

 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આનંદ પાટીલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, નાયબ મ્યુનિ.કમિશ્નરશ્રી ઋતુરાજ દેસાઇ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એસ.પટેલ સહિત પ્રાંત અધિકારીશ્રીઓ, વનવિભાગના અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીઓ, મામલતદાર શ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ જોડાયા હતા.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!