Uncategorized

આણંદ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ વહિવટી તંત્ર હાઇ એલર્ટ મોડ પર કાર્યરત

 

આણંદ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ વહિવટી તંત્ર હાઇ એલર્ટ મોડ પર કાર્યરત

 

*************

 

જિલ્લામાં રેડ એલર્ટની આગાહીને પગલે SDRF ટીમ તમામ રેસ્ક્યુ સાધનો અને બોટ સાથે સ્ટેન્ડબાય, કોઈપણ કટોકટી પહોંચી વળવા વહીવટી તંત્ર સુસજ્જ

 

*************

 

આણંદ, શુક્રવાર :: ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન આણંદ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ‘રેડ એલર્ટ’ આપવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ હાઇ એલર્ટ મોડ પર કાર્યરત છે. નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપતા વહીવટી તંત્રના નિર્દેશ અનુસાર SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ગ્રુપ-૭, નડિયાદની રિઝર્વ કંપનીને આણંદના મંગલપુરા સ્થિત કમ્યુનિટી હોલ ખાતે તૈનાત કરવામાં આવી છે.

 

 

 

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના દિશા નિર્દેશ હેઠળ SDRF ગ્રુપ-૭ ના કંપની ઇન્ચાર્જ શ્રી બી.સી.વસાળાના નેતૃત્વ હેઠળ તેઓની ટીમ સંપૂર્ણ તૈયારીઓ સાથે સ્થળ પર સુસજ્જ છે. વર્ત્તમાન સ્થિતિમાં કોઈપણ કટોકટી સર્જાય તો તે સમયે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના રાહત-બચાવ કામગીરી શરૂ કરી શકાય તે હેતુથી SDRF ટીમ દ્વારા તમામ જરૂરી બોટ, રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ્સ, વેપન તથા લાઈફ સેવિંગ ગિયર્સ સાથે ‘રેડી ટુ મૂવ’ પોઝિશન જાળવી રાખવામાં આવી છે.

 

 

 

આ અંગે વિગતો આપતા SDRFના પ્રતિનિધિ સંજયભાઈ ભોઈ એ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના કોઈપણ નીચાણવાળા કે જળબંબાકાર ધરાવતા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય કે નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડે, ત્યારે SDRFની ટીમ તાત્કાલિક પહોંચીને કામગીરી કરવા માટે પૂર્ણ રીતે સજ્જ છે.

 

ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર અને SDRF ટીમ દ્વારા આ ભારે વરસાદની પરિસ્થિતીમાં જિલ્લાના નાગરિકોને તમામ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!