સાવલી તાલુકાના ટુંડાવ ગામે હજ યાત્રા માટે જનાર હાજીયાત્રીઓનું ભાવભીનુ વિદાય સમારોહ યોજાયો હતો. ટુંડાવ ગામના હાજીયાત્રીઓ પવિત્ર હજ યાત્રા માટે રવાના થતા ગામમાં આનંદ અને ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો.
વડોદરા / સાવલી
સાવલી તાલુકાના ટુંડાવ ગામે હજ યાત્રા માટે જનાર હાજીયાત્રીઓનું ભાવભીનુ વિદાય સમારોહ યોજાયો હતો. ટુંડાવ ગામના હાજીયાત્રીઓ પવિત્ર હજ યાત્રા માટે રવાના થતા ગામમાં આનંદ અને ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો.
ગામના આગેવાનો, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજીયાત્રીઓના ઘરે જઈ તેમને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ હાજીયાત્રીઓની સલામતીપૂર્ણ યાત્રા અને સફળ હજ પૂર્ણ થાય તે માટે દુઆઓ કરવામાં આવી હતી.
હાજીયાત્રીઓ પોતાના પરિવારજનો અને ગ્રામજનોની શુભકામનાઓ સાથે પવિત્ર મક્કા-મદીના તરફ રવાના થયા હતા. ગામમાં સૌહાર્દ અને ભાઈચારાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
હજ યાત્રા ઇસ્લામ ધર્મની પવિત્ર ફરજ માનવામાં આવે છે અને જીવનમાં એકવાર હજ કરવાની દરેક મુસ્લિમની ઇચ્છા હોય છે. ટુંડાવ ગામના હાજીયાત્રીઓને વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પાઠવી ગુજરાતી ન્યૂઝ. રિપોર્ટર હમીદ જાદવ