Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

અતુલ ફાઉન્ડેશન દ્વારા અતુલ કંપની, અંકલેશ્વર ખાતે ૫૦૦ વૃક્ષોનું વૃક્ષા રોપણ કરાયું

 

 

અતુલ ફાઉન્ડેશન દ્વારા અતુલ કંપની, અંકલેશ્વર ખાતે ૫૦૦ વૃક્ષોનું વૃક્ષા રોપણ કરાયું

પર્યાવરણની જાળવણી અને ધરતી માતા પ્રત્યેની સામાજિક જવાબદારીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

 

આજ રોજ અતુલ ફાઉન્ડેશન દ્વારા સામાજિક જવાબદારી અને પર્યાવરણના જતન અર્થે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. અતુલ કંપની, અંકલેશ્વર પરિસરમાં પર્યાવરણની સમતુલા જાળવવા તથા ધરતી માતા પ્રત્યેનું ઋણ અદા કરવાના ઉમદા હેતુથી ૫૦૦ થી વધુ છોડવાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વધતા જતા પ્રદૂષણ સામે હરિયાળી વધારવા અને ભવિષ્યની પેઢીને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિ સલીમભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ પર્યાવરણના રક્ષણ અને રોપેલા વૃક્ષોના ઉછેર માટે સંકલ્પ લીધો હતો. રિપોટર મોહમ્મદ રસીદ ઢેરીવાલા વડોદરા પાટવી ગુજરાતી ન્યૂઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!