Uncategorized

આણંદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરાઈ

 

સ.સં.૨૮

 

આણંદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરાઈ

 

**************

 

આણંદ, શુક્રવાર :: કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા નારી વંદન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આણંદના અંબાલાલ બાળશાળા મિટિંગ હોલ ખાતે “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.

 

 

 

આ કાર્યક્રમની શરૂઆતમાં ચરુતર એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડિરેક્ટરશ્રી મહેશભાઈ પટેલ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી નિલેશ્વરીબા ગોહિલ દ્વારા મહિલા કર્મયોગી દિવસ અંતર્ગત પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી હિતેશકુમાર રોહિતએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દીકરી યોજના જેવી મહિલાલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

 

 

 

આ ઉપરાંત, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકશ્રી રિપલબેન ડાભી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર તથા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (PBSC) વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં રિસોર્સ પર્સનશ્રી મિત્તલભાઈ કડીયા દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાની ઉત્પત્તિ, અમલીકરણ અને તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં PBSC કાઉન્સિલરશ્રી શબનમબેન ખલીફા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

 

 

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો તમામ સ્ટાફ, DHEW સ્ટાફ, PBSC કાઉન્સિલર, OSCના કર્મચારીગણ સહિત શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં બહેનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!