Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આણંદ સિનિયર સિટીઝન, આણંદ. દ્વારા “ગુજરાતી જલસો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.*

 

*આણંદ સિનિયર સિટીઝન, આણંદ. દ્વારા “ગુજરાતી જલસો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.*

આણંદ સિનિયર સિટીઝન, આણંદની સામાન્ય સભા લાયન્સ હોલ આણંદ ખાતે પ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાઈ.
શ્રી નિરીશભાઈ પટેલની પ્રાર્થનાબાદ મંચસ્થ મહેમાનો દ્વાર દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. પ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ દેસાઈએ મુખ્ય મહેમાન નિરીશભાઈ પટેલ,અતિથિ વિશેષ વીરબાળાબેન પટેલ, હરીશભાઈ સરૈયા, અરવિંદભાઈ એસ.પટેલ તથા જી.એન.ભાવસાર મ્યુઝિક પાર્ટી પરિવારનું મોમેન્ટો આપી પ્રમુખ,ઉપપ્રમુખ,મંત્રી અને ખજાનચી દ્વારા બહુમાન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમઅતર્ગત જી.એન ભાવસાર પરિવાર દ્વારા ગુજરાતી ફિલ્મોના ગીતો,ગઝલો, લોકગીતો,ભજનો અને ગરબા દ્વારા “ગુજરાતી જલસો” કાર્યક્રમ રજૂ થયો. જેમાં બાળ કલાકાર વેદા ભાવસાર, ઓમ ભાવસાર તથા વ્રિંદા અમીને પોતાના મધુર સ્વરથી ગુજરાતી ગીતોનો શ્રોતાઓ ને રસાસ્વાદ કરાવ્યો હતો. તેમજ જી.એન. ભાવસાર, હિના ભાવસાર, શ્રદ્ધેય ભાવસાર, રિદ્ધિ ભાવસાર,શ્રદ્ધા ભાવસાર અમીન, શ્રેયાંશ ભાવસાર અને શિવાંગી ભાવસારે પોતાની ગાયકી દ્વારા શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જી.એન.ભાવસાર મ્યુઝિકલ પાર્ટીનો આ 201મો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી વી.વી.બારૈયાએ કર્યું હતું. આભાર વિધિ બાદ સર્વે મેમ્બરોએ સ્વ રુચિ ભોજનનો સ્વાદ માણ્યો હતો.
(રીપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ.)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!