મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે ખાસ મહિલા અને વીર નારી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાઇ

નારી વંદન ઉત્સવ: વડોદરા જિલ્લો
********************
મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે ખાસ મહિલા અને વીર નારી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાઇ
(વડોદરા, તા.૦૪ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર) મદદનીશ નિયામક (રોજગાર )કચેરી,વડોદરા તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે નારી વંદન ઉત્સવના મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ શ્રી લાડ ભવન ,વડોદરા ખાતે માત્ર ૧૮ થી ૪૦ વર્ષની ૧૦ પાસ,૧૨ પાસ, આઈટીઆઈ, ડીપ્લોમા અને ગ્રેજયુએટ જેવી લાયકાત ધરાવતી મહિલા અને વિર નારી ઉમેદવારો માટે ખાસ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેલો તથા અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો હતો.
ભરતીમેળામાં ટેકનીકલ અને નોન ટેકનીકલ ૧૯૭ જગ્યાના ઈન્ટરવ્યુ માટે ૯ નોકરીદાતા હાજર રહ્યા હતા. જેમા ૧૩૮ મહિલા ઉમેદવારોએ ભાગ લીધો હતો.જેમાંથી ૪૨ ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરીને રોજગારી અને એપ્રેન્ટીસની તક આપવામા આવી હતી. તેમજ ૮ ઉમેદવાઓની ફ્રી સોફ્ટ સ્કીલ અને વોકેશનલ તાલીમ માટે પસંદગી કરવામા આવી હતી. આ સાથે મહિલાઓ માટેની સ્વરોજગાર લોન સહાય યોજના, ફ્રી વોકેશનલ તાલીમ,અનુબંધમ અને એનસીએસ પોર્ટલના ફોર્મ ભરાવ્યા હતા.
મહિલા અને બાળ અધિકારીની કચેરીની મહિલાલક્ષી યોજનાની વ્હાલી દીકરી યોજનાના હુકમ વિધવા પુનઃ લગ્નના હુકમ અને કન્યા દાન કીટ તેમજ સ્વાવલંબન યોજનાના સબસીડી હુકમ વિતરણ કરવામા આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાની વિવિધ કચેરીમાં સારી કામગીરી કરનાર મહીલા કર્મચારીનુ સન્માન કરવામા આવ્યું હતુ.
આ ભરતીમેળામાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન રબારી, જિલ્લા કાનુની સેવા સતામંડળ, વડોદરાના સેક્રેટરીશ્રી ડી વી સાવલીયા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારીશ્રી દિપક તિવારી, મદદનીશ રોજગાર નિયામક શ્રી અલ્પેશ એલ. ચૌહાણ, તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી કવિતાબેન ગોહીલની ખાસ ઉપસ્થીતમા મહિલાઓ અને વીર નારી ઉમેદવારોને શિક્ષણ, સ્કીલ તાલીમ અને રોજગારલક્ષી યોજનાઓનો લાભ મેળવીને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહીત કર્યા હતા.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ