Uncategorizedગુજરાત

પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભથવાડા ટોલનાકા પાસે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી ટ્રકમાંથી પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 12,523 બોટલો સાથે અંદાજે ₹52.29 લાખનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.

ભથવાડા ટોલનાકા પાસે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ, ₹72.59 લાખનો મુદ્દામાલ જપ્ત

પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભથવાડા ટોલનાકા પાસે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી ટ્રકમાંથી પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 12,523 બોટલો સાથે અંદાજે ₹52.29 લાખનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એલ.સી.બી. ટીમ સક્રિય હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ભથવાડા ટોલનાકા નજીક વાહન ચેકિંગ દરમિયાન એમપી-09-GH-4159 નંબરની અશોક લેલેન્ડ ટ્રકને રોકી તપાસ કરી હતી.

તપાસ દરમિયાન ટ્રકમાં પ્લાસ્ટિક બબલ રોલની આડમાં દારૂ છુપાવીને લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી લન્ડન Pride, Mount’s 6000 બીયર અને મડોવેલ સહિત વિવિધ બ્રાન્ડનો દારૂ કબ્જે કર્યો હતો.

આ કેસમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી નાગરસિંહ બલિયાસિંહ ગેહલોદ (ઉ.વ.28)ને ઝડપી પાડી તેના વિરુદ્ધ પીપલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, મોબાઇલ ફોન અને અન્ય સામાન મળી કુલ ₹72.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!