Uncategorized
વડોદરા, તા.૩૦ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર) વડોદરા શહેરની ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે આજે મકરપુરા ગાર્ડન પાસે આવેલી શ્રી લાલબહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક પર મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો છે.

૧૪૫-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી
****************************
શ્રી લાલબહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલ મતદાન મથક ખાતે મતદારોનો ભારે ઉત્સાહ
(વડોદરા, તા.૩૦ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર) વડોદરા શહેરની ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે આજે મકરપુરા ગાર્ડન પાસે આવેલી શ્રી લાલબહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક પર મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો છે. લોકશાહીના આ પર્વમાં મહિલાઓ, યુવા વર્ગ તેમજ ખાસ કરીને વયસ્ક મતદારો પણ અત્યંત ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન પ્રક્રિયા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા સુદ્રઢ આયોજન અને વહીવટી વ્યવસ્થાપન પ્રત્યે નાગરિકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
સહતંત્રી મનુભાઈ ગોહિલ