Uncategorized

આગામી ઇદુલ ફિત્ર તેમજ રામનવમી પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ, પોલીસ ઇન્સ્પેકટર દ્વારા કોમી એકતાની ભાવના સાથે પર્વોની ઉજવણી કરવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો..

 

આગામી ઇદુલ ફિત્ર તેમજ રામનવમી પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ, પોલીસ ઇન્સ્પેકટર દ્વારા કોમી એકતાની ભાવના સાથે પર્વોની ઉજવણી કરવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો..

 

 

મુસ્લિમ સમુદાયના પવિત્ર ઇદુલ ફિત્ર તેમજ હિંદુ સમુદાયના રામનવમી પર્વ નિમિત્તે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં ટાઉનની તમામ મસ્જિદોના સંચાલકો તેમજ રામનવમી પર્વના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરીએ ઇદુલ ફિત્ર તેમજ રામનવમી પર્વ કોમી એકતાની ભાવના સાથે અને સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો.

 

સાથે સાથે કોઇપણ જાતની અફવા પરત્વે ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પડ્યે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ઇદુલ ફિત્ર તેમજ રામનવમી પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. મસ્જિદોના સંચાલકો તેમજ રામનવમીના આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્ય મલંગ ખાં પઠાણ અંજુમને અનીસુલ ઇસ્લામ ટ્રસ્ટના સેક્રેટરી મુસ્તુફાભાઇ લાંગીયા, સદસ્ય ઇકબાલભાઇ ટેલર, સલીમભાઇ મેમણ, ફૈઝે આમ મદ્રેસા સેક્રટરી ઐયુબ બાપુ, ઇલ્યાસખાં પઠાણ, નૂરે મોહમ્મદી મસ્જિદના ટ્રસ્ટી રિયાઝ કાજી, પાલેજ ટાઉનના રામનવમી પર્વના આયોજકો રોહિત ગોહિલ, સુનિલ ઠાકોર, જયેશ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા…

 

:- ..ભરૂચ…******(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!