Uncategorized

મકરપુરાની ઑક્સીલીયમ સ્કૂલ ખાતે સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે

 

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૬

 

***************************

 

મકરપુરાની ઑક્સીલીયમ સ્કૂલ ખાતે સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે

 

(વડોદરા, તા.૩૦ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર) શહેરના સુસેન ક્રોસ રોડ વિસ્તારમાં આવેલી ઑક્સીલીયમ સ્કૂલ ખાતે મતદારો ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

 

ચૂંટણી પંચની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે અહી જિલ્લા ચૂંટણી અને વહીવટી તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. મતદાન પ્રક્રિયાની ગુપ્તતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા મથકની બહાર જ મોબાઈલ ફોન જમા કરાવવા માટે અલાયદી વ્યવસ્થા ગોઠવાઈ છે.

 

ફરજ પરના અધિકારીઓ દ્વારા ઓળખપત્રોની સઘન ચકાસણી બાદ જ લોકોને ‘મત કુટીર’ સુધી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઝીણવટભર્યા અને શિસ્તબદ્ધ વ્યવસ્થાપનને પગલે સમગ્ર કેન્દ્ર પર કોઈપણ અગવડ વિના અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કામગીરી ચાલી રહી છે.

 

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!