Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

પાલેજના ચિશ્તીયા નગર સ્થિત સુપ્રસિધ્ધ હજરત સૈયદ મોટમિયા સરકારના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ,  સાથે સાથે બે દિવસીય ઉર્સ શરીફનો પ્રારંભ થયો, સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, સૈયદ મોઇનુદ્દીન ચિશ્તી સાહેબ, ડૉકટર મતાઉદ્દીન.ચિશ્તી સાહેબ તેમજ સૈયદ ફરીદ ચિશ્તી સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ…

 

 

 

 

પાલેજના ચિશ્તીયા નગર સ્થિત સુપ્રસિધ્ધ હજરત સૈયદ મોટમિયા સરકારના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ,  સાથે સાથે બે દિવસીય ઉર્સ શરીફનો પ્રારંભ થયો, સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, સૈયદ મોઇનુદ્દીન ચિશ્તી સાહેબ, ડૉકટર મતાઉદ્દીન.ચિશ્તી સાહેબ તેમજ સૈયદ ફરીદ ચિશ્તી સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ…

 

ભરૂચના પાલેજના ચિશ્તીયા નગર સ્થિત હજરત સૈયદ મોટમિયા સરકારના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં હિંદુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કોમી એકતાના પ્રખર હિમાયતી, ઘેર ઘેર ગાયો પાળોનો બોધ આપનાર, વ્યસન મુક્તિના પ્રણેતા, માનવસેવાના ભેખધારી એવા સૈયદ મોટામિયા સરકારના બે દિવસીય ઉર્સ શરીફની પ્રારંભ થયો છે. ઉર્સ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી છે.

 

સાંજે અસરની નમાઝ બાદ સંદલ શરીફનું ઝુલુસ તેઓના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થયુ હતુ. ઝુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમદો જોડાયા હતા. કવ્વાલીની રમઝટ સાથે ઝુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યું હતુ. સાથે સાથે સલાતો સલામનું પઠન પણ કરવામાં આવ્યું હતું. દરગાહ શરીફ પર પહોંચી સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, સૈયદ મોઇનુદ્દીન ચિશ્તી સાહેબ, ડૉકટર મતાઉદ્દીન.ચિશ્તી સાહેબ તેમજ સૈયદ ફરીદ ચિશ્તી સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.અકીદતમદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.

સૈયદ મોટામિયા સરકાર તેમજ સૈયદ ફરીદ બાવા સરકારના રોઝા મુબારક પર ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કરી હતી. સાથે સાથે અકીદતમદોએ પણ રોઝા મુબારક પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સીજરા શરીફ નું પણ પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું..

 

:-..ભરૂચ…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!