Uncategorized
વડોદરા માંજલપુર સ્થિત પંચશીલ વિદ્યાલયમાં વિદાય સમારંભ યોજાયો

વડોદરા માંજલપુર સ્થિત પંચશીલ વિદ્યાલયમાં વિદાય સમારંભ યોજાયો
પંચશીલ વિદ્યાલય ના ધોરણ 8 ના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માધ્યમિકમાં વિભાગમાં જનાર હોય ભાવ સભર વિદાય સમારંભ યોજાયો હતો . પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ જુદી જુદી સુંદર સાંસ્કૃતિ કૃતિઓ રજૂ કરી હતી તથા શાળા અને શિક્ષક પ્રત્યેના પોતાના પ્રતિભાવો આપતા ભાવસભર માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર કાર્યક્રમ પંચશીલ વિદ્યાલયના સુપરવાઇઝર શ્રી અમૃતભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેનું સફળ સંચાલન શ્રીમતી નૂતનબેન ઠાકોરે કર્યું હતું. સમગ્ર સ્ટાફ પરિવારે આ કાર્યક્રમાં સહકાર આપ્યો હતો.
શાળા મંડળના ટ્રસ્ટી શ્રી રોમિતભાઈ પટેલે પ્રાથમિક માંથી માધ્યમિક વિભાગમાં જતા વિદ્યાર્થીઓને ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી .