Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

ડભોઇમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

 

ડભોઇમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

 

*************************

 

દેશભક્તિના રંગે રંગાયું ડભોઇ નગર, એનસીસી કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

 

(વડોદરા, તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર) ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ડભોઇ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે ગૌરવ અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, એનસીસીના કેડેટ્સ તથા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન ડભોઇ શહેર દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.

 

તિરંગા યાત્રાનો પ્રારંભ ડભોઇ એપીએમસી ખાતેથી કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ યાત્રા વડોદરી ભાગોળ અને ટાવર ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ઐતિહાસિક ગઢ ભવાની મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રાના સમગ્ર માર્ગ દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસર્યો હતો.

 

તિરંગા યાત્રા દરમિયાન માર્ગમાં આવેલી રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને વંદન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોને શ્રદ્ધાપૂર્વક નમન કરી તેમના રાષ્ટ્રપ્રેમ, સમર્પણ અને સામાજિક એકતાના વિચારોને સ્મરણ કરવામાં આવ્યા હતા.

 

આ ભવ્ય તિરંગા યાત્રામાં એનસીસીના કેડેટ્સ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. ‘હર ઘર તિરંગા’ અભિયાનના માધ્યમથી રાષ્ટ્રભાવના, એકતા અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

 

આ વેળાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન રબારી, જિલ્લા પ્રમુખ શ્રી ડો. બી. જે. બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમાર ઉપરાંત તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગર તેમજ તાલુકાના નાગરિકો જોડાયા હતા.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!