Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

વર્ષો બાદ જીવંત બન્યું ડભોઇનું ઐતિહાસિક તેન તળાવ; પાણીથી છલકાતાં ગ્રામજનોમાં ખુશીની લહેર

 

વર્ષો બાદ જીવંત બન્યું ડભોઇનું ઐતિહાસિક તેન તળાવ; પાણીથી છલકાતાં ગ્રામજનોમાં ખુશીની લહેર

 

(વડોદરા, તા.૦૨ ઓગસ્ટ ૨૦૨૬, રવિવાર) કુદરતની કૃપા અને મેઘરાજાની મહેરબાનીથી વર્ષો સુધી સૂનકાર અનુભવતું ડભોઇ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ આખરે ફરી એકવાર પાણીથી લબાલબ ભરાઈ ગયું છે. ચોમાસાની આ સિઝનમાં પ્રથમ વખત તળાવ સંપૂર્ણપણે પાણીથી ભરાતાં સ્થાનિક ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. વર્ષો પછી પાણીથી છલકાતા તળાવને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ઐતિહાસિક મહત્વ ધરાવતું આ તળાવ ફરી જીવંત બનતાં તેની આસપાસનો વિસ્તાર પણ રમણીય અને આકર્ષક બની ગયો છે.

 

ડભોઇના ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ મહેતાના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા તેન તળાવના બ્યુટિફિકેશનને મંજૂરી આપવામાં આવી હતી. તાજેતરમાં તળાવના પ્રાચીન પગથિયાંના સમારકામની કામગીરી પૂર્ણ થતાં હવે તળાવનું સૌંદર્ય વધુ નિખરી ઊઠ્યું છે. પાણીથી ભરાયેલા તળાવની ભવ્યતા સ્થાનિકોને મંત્રમુગ્ધ કરી રહી છે.

 

ગ્રામજનોએ વર્ષો બાદ તળાવમાં પાણીની સમૃદ્ધ આવક બદલ રાજ્ય સરકાર તથા ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં પાણી ભરાવાથી માત્ર સૌંદર્યમાં વધારો થયો નથી, પરંતુ ભૂગર્ભ જળસ્તરમાં સુધારો, પર્યાવરણનું સંવર્ધન અને જળચર જીવસૃષ્ટિને પણ નવજીવન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!