Uncategorized

ડભાસા ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા

 

ડભાસા ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા

 

*********************

 

રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના રંગે રંગાયું ડભાસા ગામ, ગ્રામજનોમાં જોવા મળ્યો ઉત્સાહ અને ઉમંગ

 

(વડોદરા, તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર) પાદરા તાલુકાના ડભાસા ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં ગ્રામજનો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર જોડાઈને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું ગૌરવ અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી.

 

તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર ગામ રાષ્ટ્રભક્તિના નાદ અને તિરંગાના રંગોથી રંગાઈ ગયું હતું. હાથમાં તિરંગો ધારણ કરી ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

‘હર ઘર તિરંગા’ અભિયાનના માધ્યમથી નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના વધુ પ્રબળ બને અને દરેક ઘરમાં દેશભક્તિનો સંદેશ પહોંચે તેવો ઉદ્દેશ્ય સાકાર થયો હતો. ડભાસા ગામની તિરંગા યાત્રાએ ગ્રામજનોમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.

 

આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જયોત્સનાબેન રબારી,ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, અગ્રણી શ્રી રસિકભાઇ પ્રજાપતિ, શ્રી બ્રિજેશભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નાયબ કલેક્ટર શ્રી પ્રતીકભાઇ ભૂરિયા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી છાયાંક ચૌધરી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!