Uncategorized

નિઝામપુરા ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરતા રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મનીષાબેન વકીલ

 

સ્નેહની રાખી – સ્વાવલંબનની દોરી : રાખી મેળ

 

નિઝામપુરા ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરતા રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મનીષાબેન વકીલ

 

*****************************

 

મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ રાખડી સહિત કલાકૃતિઓ ખરીદી મહિલાઓને પ્રોત્સાહિત કર્યા

 

(વડોદરા, તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર) ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મહિલા કારીગરોને આત્મનિર્ભરતા અને રોજગારી માટે પ્રોત્સાહન આપવાના હેતુથી વડોદરાના નિઝામપુરા હોલ ખાતે “રાખી મેળો” નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આજરોજ મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલના વરદ હસ્તે તથા મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લની પ્રેરક ઉપસ્થિતીમાં આ રાખી મેળાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

 

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મનીષાબેન વકીલ સહિત મહાનુભાવોએ રાખડી સહિત કલાકૃતિઓ ખરીદી મહિલાઓને પ્રેરિત કર્યા હતા. આ મેળામાં વડોદરા જિલ્લાના વિવિધ મહિલા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી અનોખી હસ્તકલાની કૃતિઓ, કલાત્મક રાખડીઓ, વેસ્ટમાંથી બેસ્ટ, રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ, ઘર સુશોભનની કલાકૃતિઓના ૪૦ થી વધારે સ્ટોલ્સ પ્રદર્શન અને વેચાણ અર્થે આગામી તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૬ સુધી સવારે ૧૧:૦૦ કલાક થી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આટલુ જ નહિ નાગરિકોના મનોરંજન માટે દરરોજ રાત્રે કથપુતલી અને મેજીક શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડોદરા ક્ષેત્રના સ્થાનિક મહાનુભાવો, નગરવાસીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!