Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

વડોદરા જિલ્લામાં વિવિધ સ્થળોએથી કુલ-૫૯૨ નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા

 

વડોદરા જિલ્લામાં વિવિધ સ્થળોએથી કુલ-૫૯૨ નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા

 

(વડોદરા, તા.૦૨ ઓગસ્ટ ૨૦૨૬, રવિવાર) વડોદરા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ગત રાત્રેથી આજ તા.૦૨-૦૮-૨૬ના બપોરના ૧૨ સુધીમાં કુલ-૫૯૨ નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે.

 

સ્થળાંતર અંગેની વિગતો અનુસાર સૌથી વધુ ડભોઇ તાલુકામાં ૨૪૨ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૩૫, શિનોર તાલુકામાંથી ૧૨૧ અને પાદરા તાલુકામાંથી ૯૪ નાગરિકોને સલામત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે વાઘોડિયા, ડેસર, સાવલી, કરજણ અને વડોદરા શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારોમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી સ્થળાંતરની સંખ્યા શૂન્ય નોંધાઈ છે.

 

જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તમામ તાલુકાના અધિકારીશ્રીઓને સતર્ક રહી નીચાણવાળા વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી અને સ્થિતિ પર સતત નજર રાખવા આદેશો આપવામાં આવ્યા છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!