૧૪૫-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૬ અન્વયે મતગણતરીનો પ્રારંભ

૧૪૫-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૬ અન્વયે મતગણતરીનો પ્રારંભ
(વડોદરા, તા.૦૩ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર) ૧૪૫-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૬ અંતર્ગત વડોદરા જિલ્લામાં મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
ચૂંટણી ઓબઝર્વર શ્રી મોહિત બુંદાસ અને કલેકટર ડો. અનિલ ધામેલિયા, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એસ. પટેલ, ચૂંટણી અધિકારીશ્રી દર્શન શાહ તથા માંજલપુર વોર્ડના ઉમેદવારો, ઉચ્ચ અધિકારીઓએ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નિયત સમય પર સ્ટ્રોંગ રૂમ ખોલીને મતગણતરી શરૂ કરવામાં આવી છે. નિયમ મુજબ સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ ટેબલ પર કર્મચારીઓ અને ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં મતગણતરી ચાલી રહી છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ