Uncategorized
મોતીનગર અને વેણીયાપુરા ગામોમાં પશુ ચિકિત્સા ટીમ દ્વારા ચેપી રોગો અટકાયત કામગીરી હાથ ધરાઇ

મોતીનગર અને વેણીયાપુરા ગામોમાં પશુ ચિકિત્સા ટીમ દ્વારા ચેપી રોગો અટકાયત કામગીરી હાથ ધરાઇ
(વડોદરા, તા.૦૩ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર) જિલ્લા પંચાયત વડોદરાના પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત આજે મોતીનગર અને વેણીયાપુરા ગામોમાં પશુ ચિકિત્સા ટીમ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન બીમાર પશુઓની સ્થળ પર જ તપાસ કરી તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, પશુઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ચેપી રોગો અટકાવવાના ભાગરૂપે પશુઓને કૃમિનાશક દવાઓનું વિતરણ તેમજ ગળસુંઠા રોગ વિરોધી રસીકરણની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ