Uncategorized

વડોદરા પશુપાલન વિભાગના ૩૭ પશુચિકિત્સકોની ટીમોએ પુર અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઇ ૪૩૯ પશુઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર પૂરી પાડી

 

વડોદરા પશુપાલન વિભાગના ૩૭ પશુચિકિત્સકોની ટીમોએ પુર અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઇ ૪૩૯ પશુઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર પૂરી પાડી

 

(વડોદરા, તા.૦૨ ઓગસ્ટ ૨૦૨૬, રવિવાર) તાજેતરમાં વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત વડોદરાના પશુપાલન વિભાગ દ્વારા પશુધનના આરોગ્ય અને સુરક્ષા માટે તાત્કાલિક ધોરણે રાહત અને સારવારની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂર બાદ પશુઓમાં ચેપી રોગચાળો ફેલાતો અટકાવવા માટે વિભાગ દ્વારા વિશેષ પશુચિકિત્સકોની ૩૭ ટીમો અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન પૂરથી પ્રભાવિત ૪૩૯ પશુઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી છે.

 

આ ઉપરાંત, ચોમાસાના વાતાવરણમાં પશુઓમાં રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે અને રોગચાળો ન ફેલાય તે માટે વિશેષ તકેદારીના ભાગરૂપે ૫,૮૦૨ પશુઓને કૃમિનાશક દવાઓ આપવાની સાથે ૩,૬૮૮ પશુઓમાં સફળતાપૂર્વક રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે જ પશુપાલકોને પશુઓની યોગ્ય સંભાળ, શેડની સ્વચ્છતા અને વિપરીત પરિસ્થિતિમાં સુરક્ષા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે,.જેથી પશુધનને થતું નુકસાન અટકાવી શકાય. પશુપાલન વિભાગ દ્વારા પૂર અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં પશુ આરોગ્ય સેવાઓ સતત ચાલુ રાખીને પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!