Uncategorized
કદાછલાથી પાંડુ લાઇન પર પડી ગયેલ વીજ પોલ ફરી ઊભો કરી વીજ પુરવઠો પૂર્વવત કરાયો

ડેસર તાલુકામાં એમજીવીસીએલ દ્વારા ત્વરિત કામગીરી
******************************
કદાછલાથી પાંડુ લાઇન પર પડી ગયેલ વીજ પોલ ફરી ઊભો કરી વીજ પુરવઠો પૂર્વવત કરાયો
(વડોદરા, તા.૦૨ ઓગસ્ટ ૨૦૨૬, રવિવાર) વડોદરા, તા.૦૨: ડેસર તાલુકામાં કદાછલા ગામથી પાંડુ તરફ જતી લાઇન પરનો વીજ પોલ પડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. MGVCLની ટીમ દ્વારા પડી ગયેલા વીજ પોલને પુનઃ ઊભો કરી લાઇનનું સમારકામ પૂર્ણ કરી તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ