Uncategorized

ડેસર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા અટકાયત માટે એન્ટી લાર્વા કામગીરી હાથ ધરાઇ

 

ડેસર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ,

 

મલેરિયા અટકાયત માટે એન્ટી લાર્વા કામગીરી હાથ ધરાઇ

 

**********************

 

મેલેથિયોન ડસ્ટિંગ, આર.સી. ટેસ્ટ અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું

 

(વડોદરા, તા.૦૨ ઓગસ્ટ ૨૦૨૬, રવિવાર) વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ગામોમાં તરીકે વિવિધ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો અટકાવવા માટે આરોગ્ય ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં સઘન એન્ટિલાર્વલ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘરની આસપાસના ખાડા, બિનઉપયોગી ટાયરો, કૂલર તથા અન્ય સંભવિત પાણી ભરાવાના સ્થાનો પર ડિફ્લુબેન્ઝુરોન દવાનો ઉપયોગ કરી ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ નાગરિકોને અઠવાડિયામાં એક વાર “ડ્રાય ડે” ઉજવવા અને પાણીનો સંગ્રહ ઢાંકીને રાખવા અપીલ કરવામાં આવી છે.

 

વરસાદના કારણે પીવાનું પાણી દૂષિત થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની શુદ્ધતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં ગામની મુખ્ય પાણીની ટાંકીઓ સાફ કરાવી તેમાં નિયમાનુસાર ક્લોરિનેશન કરવામાં આવ્યું હતું તથા ઘરે-ઘરે જઈને પાણીના સંગ્રહ સ્થાનોનું ક્લોરિનેશન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ગ્રામજનોને પાણી ઉકાળીને પીવા, જમતા પહેલાં તથા શૌચક્રિયા બાદ હાથ ધોવા અને ખોરાક ઢાંકીને રાખવા અંગે આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.

 

આ સમગ્ર કામગીરી PHC અને AAM ના મેડિકલ ઓફિસર, CHO, MPHW, ASHA બહેનો અને આરોગ્ય સુપરવાઇઝરની સંયુક્ત ટીમો દ્વારા સક્રિયપણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!