Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

વડોદરા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સઘન આરોગ્ય તપાસ અને રોગ અટકાયતી કામગીરી

 

વડોદરા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સઘન આરોગ્ય તપાસ અને રોગ અટકાયતી કામગીરી

 

***************

 

૩૬૧ ટીમો દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વે: ૩૭૨ સગર્ભા બહેનોની તપાસ અને ૮૬ સફળ ડિલિવરી કરાવાઈ

 

(વડોદરા, તા.૦૧ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર) હાલની ચોમાસાની અને ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન આરોગ્ય તપાસણી અને રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ૩૬૧ જેટલી મેડિકલ અને પેરામેડિકલ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

 

આ કામગીરી અંતર્ગત આરોગ્ય ટીમો દ્વારા ૩૭૨ જેટલી સગર્ભા બહેનોની રૂબરૂ મુલાકાત લઈ તેમની આરોગ્ય તપાસ અને જરૂરી કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું હતું. વરસાદી પરિસ્થિતિ અને પૂરના જોખમને ધ્યાને રાખીને, નદીકાંઠાના વિસ્તારોમાંથી ૧૨૦ જેટલી સગર્ભા બહેનોને સલામત રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી ૮૬ બહેનોની સફળ ડિલિવરી પણ કરાવવામાં આવી છે.

 

આ ઉપરાંત, મેડિકલ અને પેરામેડિકલ ટીમ દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વે કરીને સામાન્ય નાગરિકોની પણ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન ફેલાતા તાવ તથા ઝાડા-ઉલટી જેવા રોગોના અટકાયત માટે સ્થળ પર જ જરૂરી પ્રાથમિક દવાઓ, ઓ.આર.એસ.ના પેકેટ અને ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય કર્મચારીઓ દ્વારા પીવાના પાણીના ક્લોરીનેશન ટેસ્ટ કરવામાં આવ્યા હતા તથા મચ્છરજન્ય રોગોના ઉપદ્રવને રોકવા માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ચોમાસાની ઋતુમાં રોગચાળાથી બચવા માટે ગ્રામજનોમાં જરૂરી જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!