અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલના સંયુક્ત ઉપક્રમે વાલિયા ખાતે મફત નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો: ૨૬૮ ગ્રામજનોએ લીધો લાભ


અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલના સંયુક્ત ઉપક્રમે વાલિયા ખાતે મફત નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો: ૨૬૮ ગ્રામજનોએ લીધો લાભ
મોંઘવારીના વર્તમાન સમયમાં જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આરોગ્યવિષયક સેવાઓ સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી આજે, તારીખ ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ, વાલિયા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે એક ભવ્ય મફત નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ, ઝઘડિયાના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
કેમ્પ દરમિયાન ઝઘડિયા સ્થિત સેવા રૂરલ હોસ્પિટલના અનુભવી અને નિષ્ણાત તબીબોની ટીમે સેવાઓ આપી હતી. આ શિબિરમાં કુલ ૨૬૮ લાભાર્થીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પની મુખ્ય વિગતો નીચે મુજબ છે: દરેક દર્દી ને સુગર. પ્રેસર. ચેકઅપ મફત કરવામાં આવ્યું
ચશ્મા વિતરણ: ૨૦૬ જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ મફત ચશ્મા એનાયત કરવામાં આવ્યા.
આંખ માં નાખવાની દવા ની બોટલ 98 દર્દી ને આપવામાં આવી
મોતિયાના ઓપરેશન: ૩૭ દર્દીઓમાં મોતિયાની તકલીફ જણાતા તેમને વધુ સારવાર અને મફત ઓપરેશન માટે ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા.
આ સામાજિક કાર્યક્રમમાં અતુલ ફાઉન્ડેશન તરફથી સલીમ કડીવાલા તેમજ અતુલ કંપનીમાંથી જયેશભાઈ શુક્લા અને જગદીશભાઈ ગોહીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે મહિલા આર્ટ્સ કોલેજના મેનેજમેન્ટ દ્વારા અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલની આ માનવતાવાદી કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથોસાથ, ભવિષ્યમાં પણ ગ્રામીણ અને નબળા વર્ગના ઉત્થાન માટે આ પ્રકારનો સહકાર સતત મળતો રહેશે તેવી ખાતરી આપી હતી. REPORT MOHAMMED RASHID DHERIWALA PATVI GUJRATI NEWS VADODARA