Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

ભારે વરસાદની સ્થિતિમાં વડોદરા ૧૦૮ ઇમરજન્સી સેવા ખડેપગે

 

ભારે વરસાદની સ્થિતિમાં વડોદરા ૧૦૮ ઇમરજન્સી સેવા ખડેપગે

 

**********************

 

છેલ્લા ત્રણ દિવસમાં ૭૩૦ થી વધુ ઇમરજન્સી કેસ સફળતાપૂર્વક હેન્ડલ કર્યા

 

(વડોદરા, તા.૦૧ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર) છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ આરોગ્ય વિભાગના ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ગત તા.૨૯ થી ૩૧ જુલાઈ ૨૦૨૬ દરમિયાન વરસાદી પરિસ્થિતિ વચ્ચે ૧૦૮ની ટીમે સતત કાર્યરત રહીને કુલ ૭૩૦ ઇમરજન્સી કેસ બખુબી હેન્ડલ કર્યા છે.

 

વડોદરા જિલ્લામાં ભારે વરસાદી માહોલ વચ્ચે પણ ૧૦૮ની ટીમે સમયસર વિવિધ વિસ્તારમાં પહોંચીને દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડી છે જેમાં ૧૩૧ કેસો પ્રેગનેંસીને લગતા, માર્ગ અકસ્માતના ૮૪ કોસો, શ્વાસ લેવામાં તકલીફના ૬૦ કેસો, હૃદયરોગ સંબંધિત ૫૫ કેસો અને અન્ય મેડિકલ ઇમરજન્સીના કેસો ટીમ દ્વારા સફળતાપૂર્વક અટેન્ડ કરવામાં આવ્યા છે.

 

હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરા ૧૦૮ ઇમરજન્સી સેવાની સમગ્ર રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!