આણંદ જિલ્લામાં ભારે વરસાદના પગલે પાંચ મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ: તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાની જાહેરાત

આણંદ જિલ્લામાં ભારે વરસાદના પગલે પાંચ મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ: તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાની જાહેરાત
***
તારાપુર, બોરસદ, સોજીત્રા અને પેટલાદ તાલુકાના પાંચ રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર માટે સ્થગિત કરાયા
***
વરસાદી પાણીના ઓવર ટોપિંગને કારણે રસ્તાઓ પર જોખમી સ્થિતિ સર્જાતા જાહેર જનતાની સુરક્ષા માટે લેવાયો નિર્ણય
***
વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરાયા
***
સ્થળ પર બેનરો લગાવી સૂચના અપાઈ
****
આણંદ, મંગળવાર::::: આણંદ જિલ્લામાં ગતરોજ થયેલા અતિભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી જિલ્લાના પાંચ માર્ગો ઉપર થી પાણીનો પ્રવાહ જતો હોય અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.
આ રસ્તાઓ પરથી પાણીનો પ્રવાહ પસાર થવાને કારણે (ઓવર ટોપિંગ) વાહનચાલકોની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને જોતા તારાપુર, બોરસદ, સોજીત્રા અને પેટલાદ તાલુકાના અસરગ્રસ્ત માર્ગો પર વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે અને નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવી એ જણાવ્યું કે તારાપુર તાલુકામાં ખાખસર ક્રોસિંગથી કાનાવાડા રોડ પર પાણી ફરી વળતા આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે બોરસદ તાલુકામાં રાસ-વિરસદ રોડ અને પેટલાદ તાલુકામાં દંતાલી-ફાંગણી-ભાટિયેલ રોડ પર પાણીનો પ્રવાહ વહેતો હોવાથી વાહનોની અવરજવર અટકાવી દેવાઈ છે. આ ઉપરાંત વડતાલ-વલેટવા-ચાંગા-મલાતજ-ડભોઉ રોડ તેમજ તારાપુર તાલુકાના જીણજ-પાદરા રોડ પર પણ ઓવર ટોપિંગની સમસ્યા સર્જાતા આ માર્ગો તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ