Uncategorized

આણંદ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે શેલ્ટર હોમમાં આશ્રિતોની આરોગ્ય સુખાકારી માટે તંત્ર સજ્જ: સઘન મેડિકલ ચેકઅપ હાથ ધરાયું

 

આણંદ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે શેલ્ટર હોમમાં આશ્રિતોની આરોગ્ય સુખાકારી માટે તંત્ર સજ્જ: સઘન મેડિકલ ચેકઅપ હાથ ધરાયું

 

***

 

કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્તોને તબીબી સારવાર અને દવા વિતરણ

 

***

 

આણંદ, મંગળવાર:::: આણંદ જિલ્લામાં ગત રોજ પડેલા અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોની સુરક્ષાને ધ્યાને રાખી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા શેલ્ટર હોમમાં રહેલા નાગરિકો માટે સઘન આરોગ્ય તપાસ અને સારવારની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

 

 

 

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ આશ્રય સ્થાનોની મુલાકાત લઈને સ્થળાંતરિત લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે.

 

 

 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડગામ હેઠળ આવતા જૂની આખોલ ગામની પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલા શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરિત થયેલા ૪૦ જેટલા લોકોની આરોગ્ય વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન દરેક વ્યક્તિના બીપી, આરબીએસ (બ્લડ સુગર), એસપીઓટુ અને તાપમાન સહિતના જરૂરી હેલ્થ પેરામીટર્સ ચકાસવામાં આવ્યા હતા. તબીબી ટીમો દ્વારા અસરગ્રસ્તોને ઓઆરએસના પેકેટ, ક્લોરિનની ગોળીઓ અને જરૂરી અન્ય દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આર.સી. ટેસ્ટ કરીને નાગરિકોને ચોમાસા દરમિયાન રાખવાની થતી આરોગ્યલક્ષી સાવચેતીઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

 

 

 

કુંજરાવ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર આણંદ દ્વારા શેલ્ટર હોમની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સ્વચ્છ અને સુરક્ષિત પીવાના પાણી માટે ક્લોરિનેશનની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી હતી. આરોગ્ય ટીમોએ શેલ્ટર હોમમાં રહેલી સગર્ભા માતાઓની મુલાકાત લઈ તેઓને જરૂરી તબીબી સલાહ આપી હતી અને જરૂર જણાયે વધુ સારવાર માટે શિફ્ટ થવા સમજાવ્યા હતા. મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તમામ આશ્રિતોની આરોગ્ય તપાસ કરી આર.સી. ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!