Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આણંદ ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી: વિવિધ સ્થળોએ પડેલા ઝાડ હટાવી રસ્તા ખુલ્લા કરાયા

 

આણંદ ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી: વિવિધ સ્થળોએ પડેલા ઝાડ હટાવી રસ્તા ખુલ્લા કરાયા

 

***

 

ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે આણંદ-વિદ્યાનગરમાં પડેલ ઝાડ હટાવવા ફાયર ટીમ એક્શનમાં

 

***

 

આણંદમાં કુદરતી આફત વચ્ચે ફાયર વિભાગ એલર્ટ

 

***

 

આણંદ, શુક્રવાર:::: આણંદ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ ને કારણે પડેલા ઝાડ હટાવવા અને નમી પડેલી ડાળીઓ નું કટીંગ કરીને દૂર કરવા આણંદ અને વિદ્યાનગર શહેરમાં આજે ફાયર બ્રિગેડની ટીમે ભારે સક્રિયતા બતાવી અનેક ઇમરજન્સી કોલ પર ત્વરિત કામગીરી કરી હતી.

 

 

 

આજે આણંદ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ઝાડ પડવાની ઘટનાઓમાં પણ ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી અવરોધો દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. અવરોધો દૂર કરવાની કામગીરીમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અમૂલ ડેરી રોડ પર મહેતા સ્વીટ પાસે આણંદ જીઈબીની લાઇન પર વિશાળ ઝાડ ધરાશાયી થવાને કારણે મુખ્ય માર્ગ બ્લોક થઈ ગયો હતો. આ અંગેનો કોલ મળતા જ આણંદ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. આવી જ રીતે બાકરોલ રામાકાકા માર્ગ પર શાલીગ્રામ ગ્રીન પાસે પણ રોડ પર ઝાડ પડવાની ઘટના બની હતી, જ્યાં વિદ્યાનગર ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કામગીરી કરી માર્ગને વાહન વ્યવહાર માટે ફરીથી કાર્યરત કર્યો હતો.

 

 

 

આ ઉપરાંત, રાજોડ પુરા તલાવડી, ગામડી રોડ અને ભૂમિ પાર્ટી પ્લોટ પાસે પણ રોડ પર ઝાડ પડવાના બનાવો સામે આવ્યા હતા. આ તમામ સ્થળોએ આણંદ ફાયર બ્રિગેડની ટીમોએ પહોંચીને ઝાડ કાપી રસ્તો સાફ કર્યો હતો. આ તમામ ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!