Uncategorized

ચાર દીવાલોની બહાર નવું ભવિષ્ય : ગોરવા મહિલા ITIમાં આધુનિક તાલીમથી વડોદરાની દીકરીઓ બનશે આત્મનિર્ભર

 

ચાર દીવાલોની બહાર નવું ભવિષ્ય : ગોરવા મહિલા ITIમાં આધુનિક તાલીમથી વડોદરાની દીકરીઓ બનશે આત્મનિર્ભર

 

************************************

 

૩૦૦થી વધુ મહિલા તાલીમાર્થીઓને દર વર્ષે વિવિધ કૌશલ્યમાં તાલીમ આપી રોજગાર અને સ્વરોજગાર માટે સજ્જ કરવામાં આવે છે.

 

અહેવાલ- જયંત સોજીત્રા

 

(વડોદરા, તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર) દિન-પ્રતિદિન બદલાતી ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્યસભર માનવબળ તૈયાર કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. વડોદરાના રિફાઇનરી રોડ સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા) ગોરવા દ્વારા પણ મહિલાઓને આધુનિક અને રોજગારલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.

 

સરકારી મહિલા ITI, ગોરવાએ રાજ્યકક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે વડોદરાનું ગૌરવ વધાર્યું છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, આધુનિક માળખાકીય સુવિધાઓ, તાલીમની ગુણવત્તા તેમજ તાલીમાર્થીઓને મળતા રોજગાર અને પ્લેસમેન્ટના અવસરોના આધારે સંસ્થાએ આ સિદ્ધિ હાંસલ કરી છે.

 

આ સંસ્થામાં દર વર્ષે ૩૦૦થી વધુ મહિલા તાલીમાર્થીઓ વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં તાલીમ મેળવી રોજગાર તથા સ્વરોજગારની નવી તકો તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને આજના ટેક્નોલોજી આધારિત યુગમાં મહિલાઓને પરંપરાગત ક્ષેત્રો પૂરતી મર્યાદિત ન રાખી કમ્પ્યુટર, IT, 3D પ્રિન્ટિંગ, ફેશન ડિઝાઇન, કોસ્મેટોલોજી, સિવિલ ડ્રાફ્ટિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જેવા આધુનિક ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે.

 

મહિલા તાલીમાર્થીઓ માટે ટ્યુશન ફીમાંથી મુક્તિ

 

મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી સરકારી નીતિ હેઠળ સંસ્થામાં તાલીમ લેતી મહિલા તાલીમાર્થીઓ પાસેથી ટ્યુશન ફી લેવામાં આવતી નથી. આ સુવિધાના કારણે વિવિધ આર્થિક અને સામાજિક વર્ગની દીકરીઓને ગુણવત્તાસભર ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણ મેળવવાની તક મળી રહી છે.

 

તાલીમ દરમિયાન માત્ર પાઠ્યક્રમ આધારિત જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતા તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ, પર્સનાલિટી ગ્રૂમિંગ, કોર્પોરેટ એટિકેટ્સ તથા ઉદ્યોગલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. સંસ્થા દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યૂ અને પ્લેસમેન્ટ માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ કેટલીક તાલીમાર્થીઓ વિવિધ કંપનીઓમાં રોજગાર મેળવવાની સાથે પોતાનો ગાર્મેન્ટ સ્ટુડિયો, બ્યુટી એન્ટરપ્રાઇઝ તથા IT ક્ષેત્રમાં ફ્રીલાન્સિંગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સ્વરોજગાર તરફ પણ આગળ વધી રહી છે.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!